પરિચય

જીવી તો રહી હતી હું પણ જાણે કંઈક ઉણપ હતી, 
જીવન જીવવાના કારણો થી જાણે હું સંપૂર્ણ પણે અતૃપ્ત હતી... 
  
શોધતી હતી જીવનસાથી ને અને તું મળી ગયો, 
સાત વચનો ના ફેરે ફેરે તું મિત્ર બની ગયો... 
  
સહજીવન શરૂ થતા તારી ઓળખાણ થતી ગઈ, 
અને તું મારૂં પ્રતિબિંબ જ છે એની પણ જાણ થતી ગઈ... 
  
ક્યાં હતો તું આટલા વર્ષો?! એનો જવાબ તો તું જ આપી શકીશ, 
પણ મારા અર્થહીન જીવન ને જીવવા માટે નું તું કારણ બની ગયો... 

Comments

  1. કવિયત્રી બની ગઈ બીટા

    ReplyDelete
    Replies
    1. બસ સંવેદના ને શબ્દો આપવા નો પ્રયત્ન કર્યો છે.

      Delete

Post a Comment