સરનામું

વિચરતા જીવન ને સ્થિરતા મળી,મારા નામ ને લખવા માટે ની એક જગ્યા મળી, 
મને જીવન ની સૌથી કિંમતી ભેટ મળી... 
  
સ્વપ્ન હતું કે એક ઘર હોય પોતાનુંજે સાક્ષી બને આપણા પ્રેમ નું, 
જ્યાં ઘડતર થાય આપણા સંતાન નું, એ સ્વપ્ન ને આજે વાસ્તવિકતા મળી... 
  
દુનિયા નો છેડો ઘર એ પંક્તિ ને સાર્થકતા મળી, 
તારી સાથે વૃદ્ધ થવા માટે વિસામા વાળી એક છાયા મળી... 
  
વિચરતા જીવન ને સ્થિરતા મળી, 
Mrs. Krupa Pratik Thaker ના નામ ની તાકતી ને આજે સરનામાં ની ભેટ મળી.

Comments